Choose a track to play
હો પ્રીત ઘડી છે સર્જનહારે
નિભાવે એ એના રંગ ને જાને
છોડી આલી મને એક નાની અમથી વાતે
પ્રીત ઘડી છે સર્જનહારે
નિભાવે એ એના રંગ ને જાને
છોડી આલી મને એક નાની અમથી વાતે
હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને
ભૂલી જાય મને
હો હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને
એક નાની અમથી વાતે તું છોડી જાય મને
હો મારાં વિના પડીશ તું એકલી
હા મારાં વિના પડીશ તું એકલી
તારા વિના પડીશ હું એકલો
મારા વિના તને કેમ ગમશે
અરે યાદ તો તને આવશે મૈં લાડ એવા લડાયા છે
અરે યાદ તો તને આવશે મૈં તને લાડ એવા લડાયા છે
હા મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને
એક નાની અમથી વાતે કેમ છોડી જાય મને
હો મન મોટાને દિલ દરિયા છે
તમે ભૂલી જાવ એવો ના મારો પ્યાર છે
ના મારો પ્યાર છે
હા હા હા હા
તમારી ઉપર દીધો જીવ અમે વારી
આમ છોડી જાવતો હાલત શું થશે અમારી
હો તારા વાલમ વિનાની રાત્યું
હા હા
તારા પાગલ વિનાની રાત્યું
તારે આઠે પોર અંધારું, મારાં વિરહ માં રાત જાશે
હૈયાના હેત હાંભરશે મૈં લાડ એવાં લડાયા છે
હા મળવાનો મનખો જાગશે તને લાડ એવાં લડાયા છે
હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને
એક નાની અમથી વાતે કેમ છોડી જાય મને
હો મારાં રુદિયાનું તું છે રમકડું
હસતું રાખ્યું મૈં તો સદા તારું રે મુખડુ
હો હો હો
છોડી ને જવાની રીત તારી કેવી
બાકી તારી મારી જોડી નથી જેવી તેવી
તમે રાખો મનડાં મોટા
હા તમે રાખો મનડાં મોટા
અમારા વાલ નથી ખોટા
મારા જેવો પ્રેમ ના કોઈ કરશે
અરે યાદ તો તને આવશે વાલમે લાડ એવાં લડાયા છે
અરે યાદ તો તને આવશે ગોપાલે લાડ એવાં લડાયા છે
આવેજ ને ગાંડી યાદ મૈં તને લાડ એવા લડાયા છે
હતો વિશ્વાસ રે મને મૈં તને લાડ એવા લડાયા છે