Elige una pista para reproducir
હા હાલાતથી હાર્યો હું મજબુરીનો માર્યો હું કોને કરું ફરિયાદ
હા મને આવશે ઘણી તમારી યાદ
કે હું જાણું તારી મજબુરી કેમ રાખે તું દુરી દિલથી દુવા તને આજ
જાનુ જીવી લે તારો સંસાર
હા હસતું રાખો મુખ ના લાવો દિલમાં દુઃખ
હા હસતું રાખો મુખ ના લાવો દિલમાં દુઃખ
સાથ હતો એટલું આપણે ભેળા રે રહ્યા
હા ભલે વીતી જાય જુગ ના ભુલાશે તારું મુખ
હા સાથ હતું એટલું આપણે ભેળા રે રહ્યા
હા નથી કઈ વાંક તારો નથી કોઈ ગુનો મારો
આતો નસીબના ખેલ છે
હો આતો કિસ્મતના ખેલ છે
હા હસતું રાખો મુખ ના લાવો દિલમાં દુઃખ
સાથ હતો એટલું આપણે ભેળા રે રહ્યા
સાથ હતો એટલું આપણે ભેળા રે રહ્યા
હા જુદા થઈને જીવતા શીખવું રે પડશે
દુઃખ ઘણું થાશે આ આંખો પણ રડશે
હા વાવડ તમારા અમે રોજ લેતા રહીશું
તમારી ખુશીમાં અમે જીવી લઈશું
હો અધુરી કહાણી આંખોમાં પાણી
આતો નસીબના ખેલ છે
હા રે વાલી આતો કિસ્મતના ખેલ છે
હા ના દિલમાં લાવો દુઃખ તમે હસતું રાખો મુખ
સાથ હતો એટલું આપણે ભેળા રે રહ્યા
હા કિસ્મતમાં હતું એટલું આપણે ભેળા રે રહ્યા
હો કાલીઘેલી વાતો તારી યાદ બહુ આવશે
તારા જેવો પ્રેમ મને ક્યાંય ના રે મળશે
હા હા હો દુઃખ મારા દિલનું ના કોઈને સમજાશે
તારા જેવું વાલી મને કોણ રે સમજશે
કે જુદાઈ મળી મારી પ્રીત અધુરી
હા આતો નસીબના ખેલ છે
ગાંડી મારી આતો કિસ્મતના ખેલ છે
હા તમે જુવો જુગ-જુગ કદી ના પડે દુઃખ
રોમ મારો સદા રાખે હસતું તારું મુખ
કે વાલી સાથ હતો એટલું આપણે જોડે રે રહ્યા
કે લેખ પ્રમાણે હવે જુદા રે થયા