Elige una pista para reproducir
માનવના દિલમાંથી જ્યારે ધર્મ નાશ પામે છે
ઉંચા ભાવો હૃદયમાંથી પૂરેપૂરા ભાગે છે
પ્રેમનું સ્થાન સ્પર્ધા લઈ લે ને અહંકાર કરુણાનું લે
સત્તા જીતે સત્યની સામે ત્યારે યુગપુરુષ જન્મે છે
ત્યારે યુગપુરુષ જન્મે છે
ત્યારે યુગપુરુષ જન્મે છે
યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતે ભારત
અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ શ્રુજામ્યહમ
પરિત્રાણાય સાધુનામ વિનાશાયચ દુષ્કૃતામ્
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે
સંભવામિ યુગે યુગે
સંભવામિ યુગે યુગે
યુદ્ધ હતું નિશ્ચિત છતાય કર્યા પ્રયત્નો શાંતિના
પાંચાલીના પુત્ર મોહનો ત્યાગ કરાવ્યો યુદ્ધ પહેલા
ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણને ધર્મ ત્યાં ઉપદેશ્યો
અધર્મનો પક્ષ ત્યજવા માટે કર્ણને પણ સમજાવ્યો
મહાભારતના ધર્મ યુધ્ધમાં નિ:શસ્ત્ર જોડાયા
સારથી બન્યા પાર્થના અને યુધ્ધના શંખ વગાડ્યા
યુધ્ધના શંખ વગાડ્યા
યુધ્ધના શંખ વગાડ્યા
અર્જુને મોહ વશ થઇ જ્યારે શસ્ત્રો મુક્યા હેઠા
ગીતાજ્ઞાન આપીને એમને શોકમાંથી કાઢ્યા
અહંકાર લઇ લીધો પાર્થનો વિરાટ દર્શન કરાવ્યું
શુધ્ધાત્મા એ જ કૃષ્ણ છે ત્યારે અર્જુનને સમજાયું
અર્જુનને સમજાયું
અર્જુનને સમજાયું
અર્જુનને સમજાયું