કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી
હે કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી
કે લખ્યા એના જુદા જુદા લેખ
કે લખ્યા એના જુદા જુદા લેખ
કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી
હે કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી
એક રે પથ્થરના દો દો ટુકડા
હે એક રે પથ્થરના દો દો ટુકડા
કે લખ્યા એના જુદા જુદા લેખ
કે લખ્યા એના જુદા જુદા લેખ
એક ની બની રે પ્રભુજીની મૂરતી
હે એક ની બની રે પ્રભુજીની મૂરતી
કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી
હે કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી
એક રે ગાયના દો દો વાછરુ
હે એક રે ગાયના દો દો વાછરુ
એક રે બન્યો શિવજીનો પોઠીયો
હે એક રે બન્યો શિવજીનો પોઠીયો
કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી
હે કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી
એક રે માતાના દો દો બેટડા
હે એક રે માતાના દો દો બેટડા
લખ્યા એના જુદા જુદા લેખ
હે લખ્યા એના જુદા જુદા લેખ