એ પીળી મટુડી લાવીયા ને કઈ બાંધ્યો પાવાગઢ રે માં
કાંગરે, કાંગરે દીવા બળે ત્યાં બૈઠો ચીતળો વાઘ રે માં
ઓ કાળકા માં, મહાકાળી માં
ઓ કાળકા માં તારું સત્રે વતાઉ તેના વાઘને પાછોવાળ રે માં
તે વાઘને પાછોવાળ રે, તને છત્તર ચડાઉ દોડા દોડ રે માં
એ પીળી મટુડી લાવીયા ને કઈ બાંધ્યો આવા આવાસુડ રે માં
કાંગરે, કાંગરે દીવા બળે ત્યાં બૈઠો ચીતળો વાઘ રે માં
હો અંબે માં, જગદંબે માં
હો અંબે માં તારું સત્રે વતાઉ
તેરા વાઘને પાછોવાળ રે માં
તે વાઘને પાછોવાળ રે, તને છત્તર ચડાઉ દોડા દોડ રે માં
હે પીળી મટુડી લાવીયા ને કઈ બાંધ્યો ગબર ગબ રે માં