Elige una pista para reproducir
હો હો હો હો
હો પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનમાં વસી રે
હો જોઈ એને દલના ડોલ્યા તાર રે
કે મેના રાણી મનમાં વસી રે
હે અણિયારી આંખનો નેડો મને લાગ્યો
ચટકંતી ચાલ જોઈ ઝટકો મને લાગ્યો
અરે બની ગઈ છે એતો મારી જાન રે
કે મેના રાણી મનમાં વસી રે
હે પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનમાં વસી રે
હે ચોથી આઈ નમણી નાર મારા રે મલકમાં
ચોય ના જોઈ મૈં તો એના જેવી રે જગમાં
હો હો, હૈયું હરખીને મારુ રહે નહિ હાથમાં
મોનતું નથી મન મારુ બીજી કોઈ વાતમાં
અરે ચાંદ શરમાય એવો લટકો એનો લાગ્યો
મારી બનાવાનો ઉમળકો રે જાગ્યો
હા માયા લાગી મને એના રૂપ ની
કે મેના રાણી મનમાં વસી રે
હે પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનમાં વસી રે
અરે કાળા ભમ્મર વાળ એના કાજલયાળી આંખડી
તારીફ શું કરું હવે હું તો એના શોખની
હો હો, લાગે મુસ્કાન મને જબરી એના હોઠની
થઇ ગ્યો મને પ્રેમ એની હારે હાચા દિલથી
અરે મોની લીધી મૈં તો એને રૂદિયાની રાણી
ભરવા છે એને મારા ઘરના રે પોની
હા કેતા જજ્યો મળશું ચિયા ગોમ રે
કે તમે મારા મનમાં વસ્યા રે
હે પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનમાં વસી રે
કે મેના રાણી મારા મેના રાણી
કે મેના રાણી મનમાં વસી રે