Elige una pista para reproducir
હો ભલે ગમે તેટલો પ્રેમ હોઈ શું કામનો
ભલે ગમે તેટલો પ્રેમ હોઈ શું કામનો
હુ તારો નથી તુ મારી નથી
હો ભલે ગમે તેટલો હેત હોઈ શું કામનો
ગમે તેટલો હેત હોઈ શું કામનો
હુ તારો નથી તુ મારી નથી
હો સપના રે જોતાતા આપણે ભરમમાં
લખાયા નતા રે એક-બીજાના કરમમાં
હુ તારો નથી તુ મારી નથી
હો ભલે ગમે તેટલો પ્રેમ હોઈ શું કામનો
ભલે ગમે તેટલો પ્રેમ હોઈ શું કામનો
હુ તારો નથી તુ મારી નથી
હુ તારો નથી તુ મારી નથી
હો જુદા થવાનો કોને દેવો દોષ રે
તને ખોયાનો રહેશે કાયમ અફસોસ રે
હો જિંદગી જીવી રહ્યો છું નામની
તારા વિના એ શું રે કામની
આતો વેદનાની વાતો કોણ આવી જાણે
હવે મળીને કેશુ અમે તને ક્યાં ટાણે
હુ તારો નથી તુ મારી નથી
હો ભલે ગમે તેટલો પ્રેમ હોઈ શું કામનો
ભલે ગમે તેટલો પ્રેમ હોઈ શું કામનો
હુ તારો નથી તુ મારી નથી
હુ તારો નથી તુ મારી નથી
એક સરોવરના બે કિનારા
ખબર છે કદી ના ભેળા થનારા
મનમાં રહી ગઈ મનની વાતો
દિવસો જતા રહ્યા ને રહી ગઈ રાતો
ચહેરા પર હસતા દિલમાં રે તરસતા
બીજા કોઈ રહ્યા નથી બાકી હવે રસ્તા
હુ તારો નથી તુ મારી નથી
ભલે ગમે તેટલો પ્રેમ હોઈ શું કામનો
ભલે ગમે તેટલો પ્રેમ હોઈ શું કામનો
હુ તારો નથી તુ મારી નથી
હો ગમે તેટલો હેત હોઈ શું કામનો
ગમે તેટલો હેત હોઈ શું કામનો
હુ તારો નથી તુ મારી નથી
હો હુ તારો નથી તુ મારી નથી
હુ તારો નથી તુ મારી નથી