Elige una pista para reproducir

Sencillo / Pista
શક્તિપીઠની શક્તિશાળી માંને લાખ પ્રણામ
આરાસુરની અંબિકા તારા એકાવન છે ધામ
અંબિકા ગબ્બરવાળી
માડી તું બહુચર બાળી
અંબિકા ગબ્બરવાળી
માડી તું બહુચર બાળી
શક્તિપીઠની શક્તિશાળી માંને લાખ પ્રણામ
આરાસુરની અંબિકા તારા એકાવન છે ધામ
અંબિકા ગબ્બરવાળી
માડી તું બહુચર બાળી
અંબિકા ગબ્બરવાળી
માડી તું બહુચર બાળી
જાય માં જાય માતાજી
જાય માં જાય માતાજી હો મળી
જાય માં જાય માતાજી
જાય માં જાય માતાજી હો મળી
હવનકુંડમાં આહુતિ આપી તેં સ્વમાન ખાતર
શિવજી રુદ્રસ્વરૂપે આવ્યા
કોણે કર્યો અનાદર
માંના નિર્જીવ દેહને ઊંચકી શિવજી વિનાશ વેરે
શિવતાંડવ થી ત્રિલોક કાંપે
સૌ દોડ્યા આઘે રે
વિષ્ણુ દેવે ચક્ર સુદર્શન છોડ્યું દેવી ઉપર
એકાવન ટુકડા ધરતી પર પાડયા અત્તર તત્તર
પાડયા અત્તર તત્તર પાડયા અત્તર તત્તર
શક્તિ પીઠના નામે ધરતી થઈ ગઈ પાવન પાવન
આરાસુરી અંબે માંડીએ કરી ભૂમિને ઉપવન
દોડે દર્શન કરવા ભક્તો છોડી સર્વે કામ
શક્તિપીઠની શક્તિશાળી માંને લાખ પ્રણામ
આરાસુરની અંબિકા તારા એકાવન છે ધામ
અંબિકા ગબ્બરવાળી
માડી તું બહુચર બાળી
અંબિકા ગબ્બરવાળી
માડી તું બહુચર બાળી
અંબિકા ગબ્બરવાળી
માડી તું બહુચર બાળી
અંબિકા ગબ્બરવાળી
માડી તું બહુચર બાળી