Elige una pista para reproducir
હા હા હા હા, હો હો હો હો
હે કયા ચોઘડિયે થયો હતો પ્રેમ
ઓ ઓ
હે કયા ચોઘડિયે થયો હતો પ્રેમ
કે પ્રેમ મારો પૂરો ના થયો
હો જેની રાહ હું તો જોતો રહ્યો
એનો પ્રેમ મારે પૂરો ના થયો
હો મતલબી મહોબ્બત ને જૂઠા હતા વાયદા
જાણી ના શક્યા અમે પ્રેમીઓના કાયદા
હે એની વાતોમાં ફસાયો હું કેમ
કે પ્રેમ મારો પૂરો ના થયો
હો હો, સાચો પ્રેમ મારો અધૂરો રહ્યો
હો પેલા નવું નવું હતું ત્યારે હારું હારું બોલતા
હદ થી વધારે એતો મને પ્રેમ કરતા
હો હસતી એને જોવા ને હું કેવો તરસતો
મળવા માટે હું તો રાત દિન તડપતો
હે હવે બોલે છે એતો જેમ તેમ
હો હો
હે હવે બોલે છે એતો જેમ તેમ
કે પ્રેમ મારો પૂરો ના થયો
હો આવો પ્રેમ મારો પૂરો ના થયો
હો હાથે મારું નામ એના દિલ માં કોઈ બીજું છે
મારી સગી આંખે બીજા કોઈ હારે જોઈ છે
હો પેલા જેવું હવે નથી થાતું મળવાનું
બોલાવું તો કાઢે રોજ નવું એ બહાનું
એ હાચા પ્રેમનો હતો ખાલી વ્હેમ
હો હો
એ હાચા પ્રેમનો હતો ખાલી વ્હેમ
કે પ્રેમ મારો પૂરો ના થયો
હે કયા ચોઘડિયે થયો હતો પ્રેમ
કે પ્રેમ મારો પૂરો ના થયો
હો હો કે પ્રેમ મારો પૂરો ના થયો