હે હે હે હે હે હે હે
આય હાય હાય અરે બાપુ
કેવા મુડમાં તમે બેઠા'તા વિધાતા
શું જાણીને લખિયા આવા લેખ
ઉત્તર-દક્ષિણ ભેગા કીધા શું કરવાને દાતા
લાગી આ તો મીનમાં છે મેખ
જંતર-મંતર કીધું કોણે જિંદગાનીમાં
કોણે બેસાડી છે આ દશા
પત્તર-બત્તર રગડી ધોઈ નાખી પાણીમાં
છાંટા એના ઉડે જગમાં
શીરા ઉપર છે ચેરી
બાપો બેટો ટોમ એન્ડ જેરી
એક જમણે એક ડાબેરી
બાપો બેટો ટોમ એન્ડ જેરી
આય હાય હાય હો આય હાય હાય
શીરા ઉપર છે ચેરી
બાપો બેટો ટોમ એન્ડ જેરી
આય હાય હાય હો આય હાય હાય
એક જમણે એક ડાબેરી
બાપો બેટો ટોમ એન્ડ જેરી
આય હાય હાય હો આય હાય હાય
લૂમેઝૂમે બન્ને માથે તીખી આ તકરારની તલવાર છે
ઘૂમે ઘૂમે સામસામી કાઢી ઇગોની ચમચમતી ભઈ ધાર છે
અરે કટ્ટર કટ્ટર વેરી છે પણ જુદા ના રહેવાય
એક જ ખીલ્લે બંને બંધાયા
કોઈને કહેવાય નહીં ના તો સહેવાય
ઇજ્જતના મગથી મોઢા ભરાયા
આ તો ઘટના ભઈ ઘેરી
બાપો બેટો ટોમ એન્ડ જેરી
આય હાય હાય હો આય હાય હાય
એક ટેટી ને એક કેરી
બાપો બેટો ટોમ એન્ડ જેરી
આય હાય હાય હો આય હાય હાય
આ તો ઘટના ભઈ ઘેરી
બાપો બેટો ટોમ એન્ડ જેરી
આય હાય હાય હો આય હાય હાય
એક ટેટી ને એક કેરી
બાપો બેટો ટોમ એન્ડ જેરી
આય હાય હાય હો આય હાય હાય
જાણે સુડી વચમાં સોપારી
માં તો એવી થઇ ગઈ બિચારી શ્રી હરિ