Elige una pista para reproducir
દાદા જયંતીનો ઉત્સવ
મોરબીનો મઘમઘાટ
અંતરમાં તરવરાટ
તન-મનમાં થનગનાટ
દાદાની આવી વર્ષગાંઠ ! (2)
ઉઠ્યો રે હર્ષનાદ
ઉજવીએ આ વર્ષગાંઠ
એકસો દસને ઉપર આઠ
દાદાની આવી વર્ષગાંઠ ! (3)
મહાત્મા યજમાન દુનિયા મહેમાન
મા'ત્મા યજમાન આખી દુનિયા મે'માન
ઉમટ્યાં રે લોક જોવા નગરી મહાન
ઊજવીએ પ્રાગટ્ય પૂર્ણ ભગવાન !
અમે ઊજવીએ પ્રાગટ્ય પૂર્ણ ભગવાન !
આજ દાદા જયંતીનો ઉત્સવ કિલ્લોલ ! (6)
લાખ્ખોને લાધી પોતાની પિછાણ (2)
અક્રમની ઓથે ઉગી ઊજળી વિહાણ ! (3)
કરવા કલ્યાણ જેણે રોક્યું નિર્વાણ ! (2)
એવા દાદા આ લોકે અલૌકિક પ્રમાણ ! (3)
આજ દાદા જયંતીનો ઉત્સવ કિલ્લોલ ! (6)
દ્રષ્ટિમાં બાઝી'તી માયાની જાળ
મારા જીવતરને લાગી'તી ઝાંઝવાની ઝાળ !
મારા જીવતરને લાગી'તી ઝાંઝવાની ઝાળ ! (2)
દાદાએ ઓલાવી દીધો અંધાર !
દાદાએ બુઝાવી દીધો અંધાર
દાદાએ ઓલાવી દીધો અંધાર ! (2)
અને પહેરાવી સત્ ના અજવાળાની માળ ! (2)
આજ દાદા જયંતીનો ઉત્સવ કિલ્લોલ ! (6)
ચરણોની ધૂળ હું ને થઈ ગયો ગુલાલ ! (2)
મારા દાદાના દરબારે પ્રેમથી નિહાલ ! (2)
હૃદિયાધિરાજ મને તારો સરતાજ ! (2)
મારે આપના જ સાન્નિધ્યે સીઝવું છે રાજ ! (2)
આજ દાદા જયંતીનો ઉત્સવ કિલ્લોલ ! (8)
(** પ્રણાદ = સ્નેહનો અવાજ વિહાણ = સવાર ઓથ = પડછાયો નિહાલ = સમૃદ્ધ સરતાજ = સર્વોપરી)
Dada Jayantino Utsav
Morbi no maghmaghaat
Antarma tarvaraat
Tan-manma thanaganaat
Dada ni aavi varshgaath! (2)
Uthyo re harshnaad
Ujavie aa varshgaath
Ekso dasne upar aath
Dada ni aavi varshgaath! (3)
Mahatma yajmaan duniya mehmaan
Maatma yajmaan aakhi duniya mehmaan
Umatya re lok jovaa nagari mahaan
Ujavie praagatya poorn bhagwaan!
Ame ujavie praagatya poorn bhagwaan!
Aaj Dada Jayantino utsav killol! (6)
Lakhkhone laadhi potani pichhaan (2)
Akram ni othe ugi ujli vihaan! (3)
Karva kalyaan jene rokyu nirvaan! (2)
Eva Dada aa loke alaukik pramaan! (3)
Aaj Dada Jayantino utsav killol! (6)
Drashtima baajiti mayani jaal
Maara jeevtar ne laageeti zhanjhvani zhaal!
Maara jeevtar ne laageeti zhanjhvani zhaal! (2)
Dadae olaavi didho andhaar!
Dadae buzhavi didho andhaar
Dadae olaavi didho andhaar! (2)
Ane pehraavi sat na ajvaalani maal! (2)
Aaj Dada Jayantino utsav killol! (6)
Charanoni dhool hu ne thai gayo gulaal! (2)
Maara Dada na darbhaare premthi nihaal! (2)
Hridayaadhiraaj mane taaro sartaaj! (2)
Maare aapna j saannidhye seejvu chhe raaj! (2)
Aaj Dada Jayantino utsav killol! (8)
(Pranaad = sneh no aavaaj Vihaan = savaar Oth = padchhaayo Nihaal = samruddh Sartaaj = sarvopari)