Elige una pista para reproducir
આંખો મીંચી હાથ જોડી કરીએ અમે પ્રાર્થના
હે પ્રભુ સાંભળો
ખોવાઈ ગઈ છે શાંતિ દુનિયામાંથી
દુઃખ અને દર્દમાં જીવે લોકો બધા
રાહ જુએ છે તમારી
હવે આવોને તમે
જ્યાં જુઓ ત્યાં મારામારી દુરાચારને ભ્રષ્ટાચારના છે રાજ
વાળો તમે સૌને સતમાર્ગે એ જ છે આશ
તમે આવો તો આ વિશ્વ સુંદર બને
તમે ધારો તો સૌના પાપ બળે
તમને જુએ તો નક્કી કરે હું માનવ છું માનવ રહું
બીજાને દુઃખ આપીને કેમ હું સુખી થઈને જીવું
તો હવે આવો
તો હવે આવોને પ્રભુ
તો હવે આવો
તો હવે આવોને પ્રભુ
સહુ જીવોને સુખ ને શાંતિ અને જ્ઞાન પ્રાપ્ત હો
એ માટે આવો રાહ ના જુઓ
પ્રેમ છાંટો દુનિયામાં સૌના દિલને ઠારો
પ્રેમથી રહેતા કરવાને હવે તો આવો
સહુ જીવોને સુખ ને શાંતિ અને જ્ઞાન પ્રાપ્ત હો
એ માટે આવો રાહ ના જુઓ
પ્રેમ છાંટો દુનિયામાં સૌના દિલને ઠારો
પ્રેમથી રહેતા કરવાને હવે તો આવો