Elige una pista para reproducir
હી તારી યાદોની આદત પડી ગઈ મને
હી તારી યાદોની આદત પડી ગઈ મને
તારી યાદોની આદત પડી ગઈ મને
એ યાદોના સહારે જીવીએ અમે
હે મારો રોમ જાને કેમ નથી મળતા તમે
મારો રોમ જાને કેમ નથી મળતા તમે
એકવાર આવોને વાટ જોઈએ છીએ અમે
હો મંજિલ નથી મળતી પ્રેમની રે વાટે
યાદોનો આશરો લઈએ જીવવા માટે
તારી યાદોની આદત પડી ગઈ મને
તારી યાદોની આદત પડી ગઈ મને
એ યાદોના સહારે જીવીએ અમે
હો હો એ યાદોના સહારે જીવીએ અમે
હો જ્યારથી છોડી ગઈ, ફરું એક જ વિચારમાં
એવી તો શું ખોટ રહી ગઈ હશે મારા પ્યારમાં
હો બપોરના બે વાગે મળવા આવતી બજારમાં
હવે ચમ ફવાડે સે ઘરમાં ને ઘરમાં
ઘરમાં ને ઘરમાં
હો હગાઈ કરીને મારાથી તું રાખે સે સોનું
જગત એવું કે સે પણ હું ના મોનું
હે તારા મારા ફોટા ભેળાં તે મૂક્યા'તા મને
તારા મારા ભેળાં ફોટા તે મૂક્યા'તા મને
એ ફોટા જોઈને હવે જીવીએ અમે
હો હો એ યાદોના સહારે જીવીએ અમે
હો કોઈએ કોય કીધું હોય તો કે, ના રે'તી દબાણમાં
નકે સમય વિતી જશે તારી મનની મૂંઝવણમાં
હો આમ અચાનક સબંધ કાપી નાખ્યો કયા કારણે
જવાબ આપજે, બાર ઊભો છું હું તારા બારણે
હું તારા બારણે
હો તારા ઘર આગળ વાટ જોઉં ટગર ટગર
બાર આઈને કોક બોલે તો પડે ખબર
હે આવી કઈ મજબૂરી માં ફસાઈ ગયા તમે
આવી કઈ મજબૂરી માં ફસાઈ ગયા તમે
ઓય ઝુરી ઝુરીને હવે જીવીએ અમે
હો હો એ યાદોના સહારે જીવીએ અમે