મા યશોદાનો કાનુડો તું નટખટ નાગર નંદકિશોર
મા યશોદાનો કાનુડો તું નટખટ નાગર નંદકિશોર
ગોકુળનો છે માખણચોર ને ગોપીઓનો ચિત્તચોર
ગોકુળનો છે માખણચોર ને ગોપીઓનો ચિત્તચોર
પ્રેમ ભક્તિ રસ રેલાવે વાંસળીના સુર તારા
પ્રેમ ભક્તિ રસ રેલાવે વાંસળીના સુર તારા
મંત્ર મુગ્ધ થઇ જતા સૌ સાંભળી જગ ભૂલતા
મંત્ર મુગ્ધ થઇ જતા સૌ સાંભળી જગ ભૂલતા
રાહ જોતા ગોપ ગોપી રાસ રમવા તારી સાથ
રાહ જોતા ગોપ ગોપી રાસ રમવા તારી સાથ