Оберіть трек для відтворення
Сингл / Трек
હો નજરો લાગે ના મારા પ્યાર ને હો
હો નજરો લાગે ના મારા પ્યાર ને હો
હો નજરો લાગે ના મારા પ્યાર ને હો
કે ભગવન એટલી અરજ છે તને
મારી એટલી અરજ છે તને
કે દુખડા એના હું લઈ લઉં
ને ખુશીયો મારી આપી દઉં
કે એની જિંદગી પર મારી હું તો જિંદગી હારી જાઉં
હારી જઉં હારી જઉં
હારી જઉં હારી જઉં
હો નજરો લાગે ના મારા પ્યાર ને હો
કે ભગવન એટલી અરજ છે તને
મારી એટલી અરજ છે તને
હો મનની મુરાદો એની પુરી તું કરજે
મારા ભાગની પણ ખુશીઓ એને તું દેજે
મારા માટે ભગવન તું એટલું જ કરજે
સાતે ભવ તું એને મારા નામે કરી દેજે
મારા દિલના હાર ધબકારે મારી આંખો ના પલકારે
મારા જીવન ના કણ કણ પર હક હું એને આપી દઉં
આપી દઉં આપી દઉં
આપી દઉં આપી દઉં
એની આંખોમાં
હે એની આંખોમાં આંશુડા જોવું ના
કે ભગવન એટલી અરજ છે તને
મારી એટલી અરજ છે તને
હો તડકો કે છાંયો હારે ભેળા થઇ જીવીશું
રૂઠે ભલે દુનિયા પણ એક થઇને રઇશું
હો રાત દાડો તારા નામ ના સપના હું જોવું
તારા ખોળે માથું રાખી મન ભરીને હું રોવું
હો તારાની વિનાની સવાર
કે સાંજ મારે જોવી ના
કોઈ કાળે તું મારાથી
જાન દૂર જાતિ ના જાતિ ના
જાતિ ના દૂર જાતિ ના
તારા જીવન માં અંધારું આવે ના
કે ભગવન એટલી અરજ છે તને
મારી એટલી અરજ છે તને
મારી એટલી અરજ છે તને