Оберіть трек для відтворення

Сингл / Трек
હેં કાનુડા તોરી ગોવાલણ
હેં કાનુડા તોરી ગોવાલણ‚ હે જી મોરલીએ લલચાણી રે
કાનુડા તોરી ગોવાલણ
હેં કાનુડા તોરી ગોવાલણ
હેં કાનુડા તોરી ગોવાલણ‚ હે જી મોરલીએ લલચાણી રે
કાનુડા તોરી ગોવાલણ
હરખેં તો મૈં ઈંઢોણી લીધી જી જી‚ ને ભરવા હાલી હું તો પાણી રે
ગાગર ભરોંસે મૈં ગોળી લીધી‚ આરાની છું અજાણી રે
હેં કાનુડા તોરી ગોવાલણ
ગાય ભરોંસે મૈં ગોધા બાંધ્યા જી જી‚ દોહ્યાંની હું અજાણી રે
વાછરું ભરોંસે મૈં છોકરાં બાંધ્યા ને‚ બાંધ્યા છે બહુ તાણી રે
હેં કાનુડા તોરી ગોવાલણ
રવાઈ ભરોંસે મૈં ઘોસરું લીધું જી જી‚ વલોવ્યાની હું અજાણી રે
નેતરાં ભરોંસે મૈં સાડો લીધી ને‚ દૂધમાં રેડયાં પાણી રે
હેં કાનુડા તોરી ગોવાલણ
ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે જી જી‚ ને ઘેલી રંગમાં રે’લી રે
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી‚ પૂરણ પ્રીત હું પામી રે
હેં કાનુડા તોરી ગોવાલણ
હેં કાનુડા તોરી ગોવાલણ
હે જી મોરલીએ લલચાણી રે
કાનુડા તોરી ગોવાલણ