Оберіть трек для відтворення
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હમ્મ હમ્મ હમ્મ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
ઠેક્યાં મૈં થોરિયાને ઠેકી મૈં વાડ
ઠેક્યાં તેં દીધેલા ઊંચેરા પ્હાડ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
ઠેકી મૈં ઠોકરને ઠેકી મેં ઢીક
ઠેકી તેં દીધેલી ઊંડેરી બીક
એ એ એ એ
ત દ તદ ના રે આ આ એ એ ઓ ઓ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
ઠેકી-ઠેકીને હવે
ઠેકી-ઠેકીને હવે પહોંચી છું ઠેઠ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હૈયાનાં ઝાડવાની હેઠ
હૈયાનાં ઝાડવાની હેઠ
હે હે હે હે
હે હે હે હે
ઠેક્યાં મૈં થોરિયાને ઠેકી મૈં વાડ
ઠેક્યાં મૈં થોરિયાને ઠેકી મૈં વાડ
ઠેક્યાં તેં દીધેલા ઊંચેરા પ્હાડ
ઠેક્યાં તેં દીધેલા ઊંચેરા પ્હાડ
ઠેકી મૈં ઠોકરને ઠેકી મૈં ઢીક
ઠેકી તેં દીધેલી ઊંડેરી બીક
ઠેકી-ઠેકીને હવે પહોંચી છું ઠેઠ
ઠેકી-ઠેકીને હવે પહોંચી છું ઠેઠ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ
છોડ્યાં મૈં ઉંબરાને છોડી મૈં પાળ
છોડ્યાં મૈં ઉંબરાને છોડી મૈં પાળ
છોડી તેં પાથરેલી આખી જંજાળ
છોડી તેં પાથરેલી આખી જંજાળ
છોડ્યાં મૈં સરનામા છોડ્યું મૈં નામ
છોડયું સીમાડાનું છેવટનું ગામ
છોડી-છોડીને હવે પહોંચી છું ઠેઠ
છોડી-છોડીને હવે પહોંચી છું ઠેઠ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ
ઢોળ્યાં મૈં ઢોળ્યાં તે દીધેલા ઘૂંટ
હે ઢોળ્યાં મૈં ઢોળ્યાં તે દીધેલા ઘૂંટ
હવે મારી ઝાંઝરીને બોલવાની છૂટ
હવે મારી ઝાંઝરીને બોલવાની છૂટ
ખીલેથી છૂટ્યા છે ઓરતાંના ઘણ
વિરડાને ભાળે હવે મીઠાનાં રણ
રણના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ
રણના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ
હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં છાંયડાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ