Оберіть трек для відтворення
Remix
હે તું મસ્તાની હું મોજીલો છુ
હે તું ઢેલડી તો હું મોરલો છુ
હે તું મસ્તાની હું મોજીલો છુ
તું ઢેલડી તો હું મોરલો છુ
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
હો મને ડિસ્કો દેશી કરવા દે
મને મન મુકીને નાચવા દે છોડી
ઓ મને બ્રેક ડાન્સ થોડો કરવા દે
મને મોર્ડન ડાન્સ કરવા દે
હે તું મસ્તાની હું મોજીલો છુ
તું ઢેલડીને હું મોરલો છુ
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
મને ગુજરાતી ગરબે ઘુમવા દે
મને મસ્ત બનીને ઝુમવા દે, દે દે
ઓ મને ટેટુડો જોર દાર લેવા દે
મને ડીજેના તાલે રમવા દે
ઓ તું નવરંગી ઓઢણી ઓઢી લે
હું રજવાડી પાઘડી બાંધી લઉં
હે તું ઘમ્મર ઘાઘરો પેરી લે
હું દેશી ધોતિયું પેરી લઉં (પેરી લઉં)
હે તું દેશી હું ગોમડીયો છુ
અલી તારો હું સાવરિયો છુ
તું દેશી હું ગોમડીયો છુ
અલી તારો હું સાવરિયો છુ
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
હો મને કચ્ચી રે ઢોલે રમવા દે
મને મારવાડી ડાન્સ કરવા દે, દે દે
હો મને ડિસ્કો દેશી કરવા દે
મને મન મુકીને નાચવા દે, છોડી
ઓ તું સોળે શણગાર સાજી લે
હું સૂટને બુટ પેરી લઉં
હો તું ચોળીને ચસમાં પેરી લે
હું ડોકમાં દોરો પેરી લઉં (પેરી લઉં)
હે તું શેઠાણી હું શેઠિયો તારો
મને ગમતો આજે લુક મારો
તું શેઠાણી હું શેઠિયો તારો
મને ગમતો આજે લુક તારો
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો આજે કરવા દે
મને મન મુકીને નાચવા દે, છોડી
હો મને ગુજરાતી ડાન્સ કરવા દે
મને મારવાડી ડાન્સ થોડો કરવા દે, દે દે
ઓ તું મારવાડી ચુડલો પેરી લે
હું traditional શેરવાની પેરી લઉં
હો તું કેડે કંદોરો બાંધી લે
હું રાંડોની ઘડિયાળ બાંધી લઉં (બાંધી લઉં)
હે તું બનડી હું તારો બન્નો છુ
ઓ ચોરી તારો બાલમ છુ
તું બનડી હું તારો બન્નો છુ
ઓ ચોરી તારો બાલમ છુ
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો કાઠીયાડી કરવા દે
મને ડિસ્કો ભોજપુરી કરવા દે, દે દે
હો મને ડિસ્કો મરાઠીમાં કરવા દે
આજે ઇન્ડિયા મને આખું હલાવા દે, દે દે
હું ગોવિંદા તું કરિશ્મા
હું ધર્મેન્દ્ર તું હેમામાલી
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
હો મને ડિસ્કો દેશી ઢોલે રમવા દે
મને કચ્છી રે ઢોલે રમવા દે
હે હે તું ઘુમ્મર ડાન્સ કરી લે
આજે લોબેલો ઘુંઘટો ઓઢીને
હે મને આર-2 સ્ટુડિયોમાં ગાવા દે
રવી-રાહુલના music માં નાચવા દે
ભાઈ બંધ છે સોઢી આપણા