Оберіть трек для відтворення
બોલો અંબે માત કી જય
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પંડિતમા
ઓમ જય હો જય હો મા જગદંબે
દ્વિતિયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું
મા શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાઉ
બ્રહ્મા ગણપતિ ગાઉ હર ગાવું હરમા
ઓમ જય હો જય હો મા જગદંબે
તૃતીયા ત્રણસ્વરૂપ ત્રિભુવનમાં બેઠા
મા ત્રિભુવનમાં બેઠા
દયા થકી તરવેણી
દયા થકી તરવેણી તમે તારૂણી મા
ઓમ જય હો જય હો મા જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં
મા સચરાચર વ્યાપ્યાં
ચાર ભુજા ચૌદિશા
ચાર ભુજા ચૌદિશા પ્રગટયાં દક્ષિણમાં
ઓમ જય હો જય હો મા જગદંબે
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
મા પંચમી ગુણ પદ્મા
પંચ તત્વ ત્યાં સોહિયે
પંચ તત્વ ત્યાં સોહિયે પંચે તત્વોમાં
ઓમ જય હો જય હો મા જગદંબે
ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો
મા મહિસાસુર માર્યો
નર નારી ના રૂપે
નર નારી ના રૂપે વ્યાપ્યાં સર્વેમા
ઓમ જય હો જય હો મા જગદંબે
સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા
માં સાવિત્રી સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી
ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા મા
ઓમ જય હો જય હો મા જગદંબે
અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા
મા આવી આનંદા
સુનીવર મુનીવર જનમ્યા
સુનીવર મુનીવર જનમ્યા દેવ દૈત્યો મા
ઓમ જય હો જય હો મા જગદંબે
નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા
મા સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન
કીધાં હર બ્રહ્મા મા
ઓમ જય હો જય હો મા જગદંબે
દશમી દશ અવતાર જય વિજયા દશમી
મા જય વિજયા દશમી
રામે રામ રમાડયા
રામે રામ રમાડયા રાવણ રોબ્યો મા
ઓમ જય હો જય હો મા જગદંબે
એકાદશી અગિયારસ કાત્યાયની કામા
મા કાત્યાયની કામા
કામદુર્ગા કાળીકા
કામદુર્ગા કાળીકા શ્યામાને રામા
ઓમ જય હો જય હો મા જગદંબે
બારસે બાળારૂપ બહુચરી અંબા
મા બહુચરી અંબા
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ
ત્હારા છે તુજ મા
ઓમ જય હો જય હો મા જગદંબે
તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા
મા તમે તારૂણી માતા
બ્રહમાવિષ્ણુ સદાશિવ
બ્રહમાવિષ્ણુ સદાશિવ ગુણતારા ગાતા
ઓમ જય હો જય હો મા જગદંબે
ચૌદશે ચૌદા સ્વરૂપ, ચંડી ચામુંડા
મા ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો
સિંહ વાહિની માતા
ઓમ જય હો જય હો મા જગદંબે
પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા
મા સાંભળજો કરુણા
વસિષ્ઠ દેવે વખાણ્યાં માર્કુન્ડ દેવે વખાણ્યાં
ગાઈ શુભ કવિતા
ઓમ જય હો જય હો મા જગદંબે
સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા
મા સોળસે બાવીસ મા
સવંતસોળમાં પ્રગટયાં
સવંતસોળમાં પ્રગટયાં રેવાને તીરે, મૈયા ગંગાને તીરે
ઓમ જય હો જય હો મા જગદંબે
ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી
માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ ક્ષમા કરો ગૌરી
મા દયા કરો ગૌરી
ઓમ જય હો જય હો મા જગદંબે
શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે
માં જે કોઈ ગાશે
ભણે શિવાનંદ સ્વામી
ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે
ઓમ જય હો જય હો મા જગદંબે
એકમ એક સ્વરૂપ અંતર નવધરશો
માં અંતર નવધરશો
ભોળા ભવાની ને ભજતાં
ભોળા ભવાની ને ભજતાં ભવ સાગર તરશો
ઓમ જય હો જય હો મા જગદંબે
ભાવન જાણુ ભક્તિ ન જાણું નવજાણું સેવા
મા નવ જાણું સેવા
વલ્લભ ભટ્ટ ને આપી
એવી અપને આપો ચરનો ની સેવા
ઓમ જય હો જય હો મા જગદંબે
ચૂંદડી લાલ ગુલાલ શોભા અતિ ભારી
માં શોભા અતિ ભરી
આંગણ કુક્ડ નાચે
આંગણ કુક્ડ નાચે જય બહુચર બાળી
ઓમ જય હો જય હો મા જગદંબે
મંડપ લાલ ગુલાલ શોભા અતિ ભારી
માં શોભા અતિ ભરી
અબિલ ઉડે આનંદે ગુલાલ ઉડે આનંદે
જય બહુચર બાળી
ઓમ જય હો જય હો મા જગદંબે
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પંડિતમા
ઓમ જય હો જય હો મા જગદંબે
ઓમ જય હો જય હો મા જગદંબે
ઓમ જય હો જય હો મા જગદંબે