Оберіть трек для відтворення

જય જય શ્રીયમુના મા, જય જય શ્રીયમુના
જોતાં જનમ સુધાર્યો
જોતાં જનમ સુધાર્યો
ધન્ય ધન્ય શ્રીયમુના
મા જય જય શ્રીયમુના
શામલડી સુરત, માં મુરત માધુરી
માં મુરત માધુરી
પ્રેમ સહિત પટરાણી
પ્રેમ સહિત પટરાણી
પરાક્રમે પૂરાં
મા જય જય શ્રીયમુના
ઘેવર વન ચાલ્યા, મા ગંભીરે ઘેર્યા
મા ગંભીરે ઘેર્યા
ચુંદડીએ ચટકાળાં
ચુંદડીએ ચટકાળાં
પહેર્યા ને લહેર્યા
મા જય જય શ્રીયમુના
ભુજ કંકણ રૂડાં, મા ગુજરિયો ચૂડી
મા ગુજરિયો ચૂડી
બાજુબંધને બેરખા
બાજુબંધને બેરખા
પહોંચી રત્ન જડી
મા જય જય શ્રીયમુના
ઝાંઝરની ઝમકે, મા વીંછિયાને ઠમકે
મા વીંછિયાને ઠમકે
નેપુરને નાદે મા
નેપુરને નાદે મા
ઘુઘરીને ઘમકે
મા જય જય શ્રીયમુના
સોળે શણગાર સજ્યા, મા નકવેસર મોતી
મા નકવેસર મોતી
આભૂષણમા ઓપો છો
આભૂષણમા ઓપો છો
દર્પણ મુખ જોતા
મા જય જય શ્રીયમુના
તટ અંતર રૂડાં, મા શોભિત જળ ભરીયાં
મા શોભિત જળ ભરીયાં
મનવાંછિત મુરલીધર
મનવાંછિત મુરલીધર
સુંદર વર વરિયાં
મા જય જય શ્રીયમુના
લાલ કમળ લપસ્યા, મા જોવાને ગ્યાતા
મા જોવાને ગ્યાતા
કહે “માધવ” પરિક્રમા
કહે “માધવ” પરિક્રમા
વ્રજની કરવાને ગ્યાતા
મા જય જય શ્રીયમુના
યમુનાજીની આરતી, મા વિશ્રામ ઘાટે થાય
મા વિશ્રામ ઘાટે થાય
તેત્રીસ કરોડ દેવતા
તેત્રીસ કરોડ દેવતા
દર્શન કરવા જાય,
મા જય જય શ્રીયમુના ...
શ્રીયમુનાજીની આરતી મા જે કોઈ ગાશે,
માં જે ભાવે ગાશે, તેના જનમ જનમના પાપો
જનમ જનમના પાપો
સઘળા દૂર થાશે,
મા જય જય શ્રીયમુના
જય જય શ્રી યમુના ,માં જય જય શ્રી યમુના
જોતા જનમ સુધાર્યો , જોતા જનમ સુધાર્યો
ધન્ય ધન્ય શ્રી યમુના
મા જય જય શ્રીયમુના
મા જય જય શ્રીયમુના
મા જય જય શ્રીયમુના