Оберіть трек для відтворення
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા
હુ તો મંદ મતિ, તમારી અકળ ગતિ, કષ્ટો કાપો
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો
નેતિ નેતિ જ્યાં વેદો કહે છે, મારુ ચિતડુ ત્યાં જાવા ચહે છે
નેતિ નેતિ જ્યાં વેદો કહે છે, મારુ ચિતડુ ત્યાં જાવા ચહે છે
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો
હું તો એકલપંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી
હું તો એકલપંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી
થાક્યો મથી મથી, કારણ મળતુ નથી, સમજણ આપો
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો
આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરુપ દેખું
આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરુપ દેખું
મારા મનમાં વસો, હૈયે આવી હસો, શાંતિ સ્થાપો
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો
ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો
ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો
ટાળો માનવ મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો
દયા કરી દર્શન શિવ આપો
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો
દયા કરી દર્શન શિવ આપો